ફરી તાજી કરી રંગભૂમિની જુની યાદ

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી દ્વારા ફરી એક વખત આવા લોકપ્રિય બનેલા જુના નાટકોની પ્રસ્તુત કરવામાં આવી રહી છે.

આ પ્રયોગમાં જાણીતા ડિરેક્ટરો જેવા કે જયશ્રી પરીખ, અરવિંદ ઠાકર, યઝદી કરંજિયા, પી.આર.ખરસાણી તેમજ પ્રફુલ્લ ભાવસાર જોડાયેલા છે. જેમને જુના નાટકોને નૃત્ય, નાટિકા, ગીત સંગીત સાથે થોડા ચેન્જિસ સાથે તૈયાર કરેલા છે. આ નાટકોમાં ખાસ ‘પૈસો બોલે છે’, ‘ સો ટચનું સોનુ’, ‘વડીલોના વાંકે’,‘આ રામ રાજ્ય’,‘જેવા જાણીતા નાટકો છે.

આ નાટકો જમાવશે રંગ

નાટક મહોત્સવમાં જાણીતા શ્રી થિયેટરના ડિરેક્ટર જયશ્રી પરીખ કહે છે કે, મેં ‘સો ટચનું સોનું’ નાટકનું ડિરેકશન કરેલું છે. આ છ કલાકના નાટકને મેં અઢી કલાકનું બનાવ્યું છે. જેમાં જુની રંગભૂમિને ધ્યાનમાં રાખીને ડાયલોગ બોલવાની છટા પહેલા જેવી જ રાખી છે. જ્યારે ‘પૈસો બોલે છે’ નાટકના ડિરેક્ટર અરવિંદ ઠાકરે પણ નાટકમાંથી જુના શબ્દો લોકોને સમજાય નહીં આથી તેને સરળતાથી આજની પેઢી સમજી શકે તેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે.

પારસી ઢબનું તેમજ સુરતમાં અવાર નવાર લોકો સમક્ષ પ્રસ્તુત થયેલું ડિરેક્ટર યઝદી કરંજિયાનું ‘ઉલમાંથી ચૂલમાં ઉર્ફે કૂતરાની પૂંછડી વાંકી’ નાટકને પણ હાસ્ય, વ્યંગ, કેરિકેચર, માઈમ સભર બનાવવામાં આવ્યું છે. પી.આર.ખરસાણીનું ‘આ રામરાજ્ય’ નાટક માટે તેમનું કહેવું છે કે, આજના લોકોને પહેલાની રંગભૂમિમાં કેવા ડ્રેસ સાથે નાટકોની પ્રસ્તુતિ થતી તે બતાવવામાં આવ્યું છે. આ ઉપરાંત ‘વડીલોના વાંકે’ પ્રફુલ્લ ભાવસાર દિગ્દર્શિત નાટકને આજના સંદર્ભે રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

શહેરના લોકો ૧૩ નવેમ્બર ગાંધીસ્મૃતિ ભવન ખાતે શરૂ થનારા નાટÛ મહોત્સવનો આનંદ લૂટશે. ગાંધીનગરની સંગીત નાટક અકાદમી અને સુરત મહાનગર પાલિકા દ્વારા આયોજિત આ નાટÛ મહોત્સવ ગાંધીસ્મૃતિ ભવન ખાતે ૧૩થી ૧૭ નવેમ્બર દરમિયાન યોજાશે. આ નાટÛ મહોત્સવનો પ્રારંભ રાત્રે ૯.૦૦ કલાકે થશે, જેનું ઉદ્ઘાટન મેયર રણજિત ગિલીટવાલાના હસ્તે કરાશે. આ નાટÛ મહોત્સવમાં ૧૩મીએ પી.આર.ખરસાણી દગિ્દિર્શત ‘આરામરાજ્ય’, ૧૪મીએ જયશ્રી પારેખ દગિ્દિર્શત ‘સો ટચનું સોનું’, ૧૫મીએ પ્રફુલ્લ ભાવસાર દગિ્દિર્શત ‘વડીલોના વાંકે’, ૧૬મીએ હરીન ઠાકર દગિ્દિર્શત ‘પૈસા બોલે છે’ અને ૧૭મીએ સુરતના નાટÛકાર યઝદી કરંજિયા દગિ્દિર્શત નાટક ઊલમાંથી ચૂલમાં રજુ કરાશે.

સૌજન્ય:divyabhaskar


 

 

Leave a comment