11 જુલાઈ
આજે ગુજરાતી રંગમંચને પોતાનાં રસમાં તરબોળ કરનારા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની પુણ્યતીથી છે. ‘વન્સમોર’, ‘વન્સ મોર’… તાળીયોના ગડગડાટ અને સીટીની ચીચીયારીઓ વચ્ચે પડી ગયેલો પડદો ફરીથી ઉચકાય. ગીતની સુરાવલી ફરીથી ગુંજી ઉઠે. એક વાર… અનેક વાર… ગુજરાતી રંગમંચના રસિયાઓને આ ઘટનાનું સ્મરણ જરૂર જ હશે. રંગભૂમી પર આ વન્સમોરની શૃંખલા રચનાર રસકવિ એટલે રઘુનાથ બ્રહ્મભટ્ટ
રસિકાના અધરને લાલચટક કેસૂડા જેવી રંગાવલીથી શોભાવતા નાગરવેલના પાન, પ્રણયફાગના એ પ્રતિકને રસકવિ બિરદાવે છે મુગ્ધમનના સપનાનું નિરૂપણ કરતી આ રચનાથી.
નાટક – સમુદ્રગુપ્ત
કવિ – રઘુનાથ બ્રહ્મભટ્ટ
નાગરવેલીઓ રોપાવ, તારા રાજ મહેલોમાં,
રૂડાં માંડવડાં બંધાવ, તારા રાજ મહેલોમાં
આંબલિયાની ડાળે, રૂડા સરોવરની પાળે,
રાજા હીંચકે હીંચાવ, તારા રાજ મહેલોમાં.
ઠંડી હવા જો લાગે, અમને અંગ પીડાઓ જાગે
રૂડા વૈદડાં વસાવ, તારા રાજ મહેલોમાં
કોયલડી જ્યાં બોલે, કૂંણાં કાળજડાં કંઇ ડોલે,
રાજા બંસરી બજાવ, તારા રાજ મહેલોમાં