શ્રીદિનકર જોશી

નવલકથાકાર, સંપાદક, અનુવાદક એવા શ્રીદિનકર જોશીનો જન્મ તા.૩૦ – જૂન, ૧૯૩૭ના રોજ ભાવનગર જીલ્લાના ભંડારિયા ગામે થયો હતો. તેમનું મૂળ વતન નાગધણીબા હતું અને તેમની માતાનું નામ લીલાવતી અને પિતાનું નામ મગનલાલ હતું. તેમના લગ્ન હંસાબેન સાથે ૧૯૬૩માં થયા હતા જેથી તેમને બે પુત્રો થયા.

તેઓએ મહાત્મા વિ. ગાંધી નાટક લખ્યા હતા જે રંગભૂમિ પર ભજવાણા છે. તેઓ ગીતા અભ્યાસી અને તેમાં પાંડિત્ય ધરાવતા હતા. આન્ધ્ર પ્રદેશના સંસ્કૃતના વિદ્વાન ડો. વેદવ્યાસના ગીતાના અલભ્ય શ્લોકો પોતાની પાસે હોવાના દાવાને તેઓ એ પડકાર્યો હતો અને દાખલા સાથે ખોટો ઠરાવ્યો હતો. તેઓએ ૬૦થી વધુ પુસ્તકો લખ્યા હતા.

મુખ્ય રચનાઓ

  • નવલકથા – દૂર દૂર આરો, જાણે અજાણે, તન ઝંખે મન રોય, મત્સ્યવેધ, અદીઠાં રૂપ ( અંધના જીવન આધારિત), પ્રકાશનો પડછાયો, અગન પથારી, શ્યામ એક વાર આવો ને આંગણે, કૃષ્ણમ્ વંદે જગદ્ગુરુમ્, બરફની ચાદર, શેષ-અશેષ, આકાશનો એક ટૂકડો, (નર્મદના જીવન પર આધારિત), કંકુના સૂરજ આથમ્યા (મહાભારતના પાત્ર કર્ણના જીવન પર આધારિત), યક્ષપ્રશ્ન, ખેલો રે ખેલ ખુરશીના (કટોકટી કાળ આધારિત), અગીયારમી દિશા, આપણે ક્યાંક મળ્યા છીએ, ૩૬ અપ ૩૬ ડાઉન વિ.
  • વાર્તાસંગ્રહો – તરફડાટ, અનરાધાર, એક વહેલી સવારનું સપનું, વનપ્રવેશ વિ.
  • સંપાદન – યાદ(૧૯૫૪-૧૯૬૪ ના ગાળાની વાર્તાઓ)
  • અનુવાદ – પંજાબી એકાંકી
  • અંગ્રેજી – Glimpses Of Indian Culture

સન્માન

  • ગુજરાત રાજ્ય સાહિત્ય અકાદમી પુરસ્કારો
  • ગુજરાત સાહિત્ય પરિષદ – ઉમા- સ્નેહરશ્મિ પારિતોષિક

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized. Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s