રંગભૂમિ દિવસ- સંભારણા

૨૭ માર્ચ – વિશ્વ રંગભૂમિ દિન,..

 00041088.gifમિત્રો

રંગભૂમિના  દિવસો હવે ગયા . મારી અડધી જિંદગી રંગમંચ પર વ્યતીત થઈ છે. આજે હું ગુજરાતી રંગભૂમિનું ભુલાઈ ગયેલું પાત્ર છું. બસ હવે તો યાદ કરીએ છીએ એ દિવસોને. પ્રેક્ષકોનાં અટ્ટહાસ્ય અને તાળીઓના ગડગડાટ હજી પણ મારા કાનમાં પડઘાય છે. આંખો ભીંજાય છે. મનના રંગમંચ ઉપર હું મારી જાતને અભિનય કરતો જૉયા કરું છું.આવું આપણે ઘણા જ કલાકારોના મોઢે સાંભળીયે છીએ ..ગુજરાતી રંગમંચ અને અહીં ભજવાતા નાટકો ગુજરાતી સાહિત્ય વારસાનો એક અમૂલ્ય હિસ્સો છે એ આપણે ભૂલવું ન જોઇએ  ..

રંગભૂમિ પર  અનેક કલાકારો અને નાટકોના રચિતાઓએ પોતાનું કૌવત દાખવી ચૂકયાં છે ગુર્જર રંગભૂમિના નાટકો અને તેના પાત્રો ઇતિહાસના પૃષ્ઠોમાં માત્ર સોનેરી યાદગીરી બનીને રહી ગયા છે.અને માટે જ આજે આપણે ઉજવશું રંગભૂમિ દિવસ સંભારણા નો દિવસ .. એવા કલાકરો અને એમની  આવી કળા જેણે આપની ભાષાને જીવાડવા  એક અથવા બીજી રીતે ફાળો કે યોગદાન આપ્યા છે  ૨૭ માર્ચ એટલે વિશ્વ રંગભૂમિ દિન  સંભારણા નો દિવસ આ નિમિત્તે આપણે ‘જૂની ગુજરાતી રંગભૂમિ’ના નાટકો અને તેમના કલાકારોની નાટ્યકલાનું સ્મરણ કરીને ગુજરાતની અસ્મિતાનું એ દર્શન કરીએ..રંગ મંચ પર  હર્ષ-શોકના, સ્નેહના, વેર-ઝેરના, તારું-મારું શાંતિ-અશાંતિના, માનવીના અનેક પાત્રો ભજવાયા  છે,  અને ભજવતા રહેશે,જ્યાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ જીવે છે . રંગમંચ  એ ભાષાઅને સાહિત્યને  જીવાડવાનો અને સમૃદ્ધ બનાવાનો એક પ્રયાસ જ  છે  . સમય વીતતાં  ગુજરાતમાં નાટ્યકળાના વિકાસના નવા દરવાજા ખોલ્યા.   છે પણ એનો અર્થ એ નથી ગુજરાતના લોક નાટ્યશાસ્ત્રના શિરમોર સમો એક નાટ્યપ્રયોગ ભવાઈ ને આપણે ભૂલી જઈએ . ગુજરાતી રંગમંચના ઇતિહાસમાં ગુજરાતી ભાષાના તળપદા, લોકભોગ્ય  નાટ્યપ્રયોગ તરીકે ભવાઈનું મહત્વ અનોખું છે. ગુજરાતી રંગભૂમિના વિકાસનો પાયો નાખનાર ભવાઈનો નાટ્યપ્રયોગ ગુજરાતની  અસ્મિતા  છે.

ભવાઇ એટલે ભવની વહી, અર્થાત્ ભવની કથા; જિંદગીની કથા; સંસારની તડકીછાંયડીઓની કથા.

આજે વિશ્વ રંગભૂમિ દિન નિમિત્તે વડોદરાના નાટય ઇતિહાસને શબ્દાંજલી (સૌજન્ય સંદેશ )

કલા અને સંસ્કૃતિનું જતન કરનારી વડોદરા નગરીમાં જ્યારે મહારાજા સયાજીરાવનું શાસન હતું ત્યારે કલાના દરેક આયામોએ આ શહેરમાં તમામ શિખરો સર કર્યા હતા. જેમાં નાટયકળાનો પણ સમાવેશ થાય છે. આશરે સવા સો વર્ષ પહેલાંની આ વાત છે. મહારાજ દરબાર હોલમા સભા ભરીને બેઠા હતા અને મહારાજાને સંદેશો મળ્યો કે મુંબઇની એક નાટય મંડળીનો સંચાલક તેઓને મળવા માંગે છે. કલાપ્રિય મહારાજાએ ત્વરીત તે વ્યક્તિને બોલાવ્યો અને આવવાનું કારણ પુછયં. મુંબઇની પ્રસિદ્ધ ગાંધર્વ નાટય મંડળીનો એ સંચાલકે મહારાજા સમક્ષ મંડળીની દુર્દશાની વાત જણાવીને કહ્ય્યં કે જો આર્થિક મદદ નહીં મળે તો મંડળી બંધ કરી દેવી પડશે.

મહારાજા તો કલારસિક હતા એટલં જ નહી તેઓ કલાકારોનું હુન્નર પણ બખુબી પારખી શક્તા હતા. એટલે પળનો વિલંબ કર્યા વગર જ ગાંધર્વ નાટય મંડળીના પેટ્રોન બની ગયા. પણ એક શરત મૂકી કે ગાંધર્વ નાટય મંડળી જ્યારે પણ કોઇ નવં નાટકનું મંચન કરે તો તેનો પ્રથમ શો વડોદરામાં જ થવો જોઇએ. મંડળીએ શરત માન્ય રાખી અને વડોદરાના ઇતિહાસમાં ઉમેરાયું નાટય મંચનનું નવું પાનું.ળગાંધર્વ નાટય મંડળીએ વર્ષો સુધી પરંપરા જાળવી રાખી અને તે દરમિયાન તો વડોદરામા જાણે નાટય કલાનો સુવર્ણ યુગનો પ્રારંભ થયો હોય તેમ અનેક નાટય મંડળીઓ અસ્તિત્વમાં આવી. જેમાં નોંધપાત્ર કહી શકાય તેવી ‘બરોડા એમેચ્યોર’, ‘ગુજરાત કલા સમાજ’,’રસ મંડલ’,’બાલ મોહન સંગીત મંડળી’,’સુભાષ કલામંદિર’,’દેશી નાટક સમાજ’,’લક્ષ્મીકાંત નાટક સમાજ’,’ફાઇન આર્ટસ સોસાયટી’,’ગુજરાતી સાહિત્ય સભા’, ‘મરાઠી વાંગ્મય પરિષદ’, ‘સંસ્કૃત વિદ્વત સભા કલાકેન્દ્ર’, ‘રંગાવલી’, ‘ત્રિવેણી’, ‘નવચેતન’, ‘આકાર થિએટર’,’નવ ચેતન’ અને જયશ્રી કલા નિકેતન’ જેવી મંડળીઓનો સમાવેશ થાય છે. વડોદરામાં ઉપરોક્ત મંડળીઓ દ્વારા વર્ષ દરમિયાન અવિરત નાટકોના પ્રોડક્શન અને પ્રયોગો થતા રહેતા હતા. મરાઠી, ગુજરાતી અને પારસી સાહિત્યના નાટકો મુખ્યત્વે ભજવાતા હતા. અહી નાટકો બનતા હતા અને ભજવાતા હતા એટલે તેનો સીધો મતલબ એ થાય છે કે અહીં નાટય મંડળીઓને પ્રેક્ષકો પણ પૂરતા પ્રમાણમાં મળી રહેતા હતા. વળી વડોદરાના પ્રેક્ષકો સાહિત્ય રસિક અને સુશિક્ષીત હોવાથી અહીં નાટય પ્રયોગો પણ મોટા પ્રમાણમાં થતાં હતા.પણ, સિનેમા યુગનો આરંભ થતાં જ નાટક અને નાટય મંડળીઓને સૂર્ય આથમવા લાગ્યો હતો. આજે દશા એ છે કે વડોદરામા વર્ષ દરમિયાન આંગણીના વેઢે ગણી શકાય તેટલા નાટકો ભજવાય છે અને તે પણ મુંબઇના આધુનિક નાટકોનું પ્રમાણ વધુ હોય છે.

આજે દશા એ છે કે  વર્ષ દરમિયાન આંગણીના વેઢે ગણી શકાય તેટલા નાટકો ભજવાય છે અને તે પણ મુંબઇના આધુનિક,  નાટકોનું પ્રમાણ વધુ હોય છે..સિનેમા યુગનો આરંભ થતાં જ નાટક અને નાટય મંડળીઓને સૂર્ય આથમવા લાગ્યો છે .

જો આપનાં શહેરમાં નાટક આવેતો એકવાર જરૂર જોવા જજો અને જો સારું લાગે તો જરૂર તેઓને બિરદાવજો જેથી ૨૭ માર્ચ નાં દિવસ ની ઉજવણી ની રાહ નહી જોવી પડે અને રોજે રોજ વિશ્વ રંગભૂમિ દિવસ ની ઉજવણી થશે.

રંગભૂમિ જીવંત કળા આખરે જીવંત છે અને તે જીવશે જ. – ભરત યાજ્ઞિક


Advertisements

About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged , , , . Bookmark the permalink.

2 Responses to રંગભૂમિ દિવસ- સંભારણા

  1. pkdavda કહે છે:

    બહેન,

    ખૂબ જ માહિતીસભર લેખ છે. મારા બાપુજી જૂની રંગભૂમીના રસિયા હતા. હું નાનો હતો ત્યારે એમની સાથે “વડિલોના વાંકે”, “સમયની સાથે”, “સંપત્તિ માટે”, “ગાડાનો બેલ” વગેરે નાટકો જોયેલા, તેના ગીતો હજી પણ યાદ છે.

    -પી.કે. દાવડા

  2. mahesh maheta કહે છે:

    khub j srs bharatbhai chhele tmara margdrsn digdrsn nichhe tyar thyelu natak varshdar “pachla barnethi” joyu khubj annd aviyo…….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s