એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી.

પ્રભુલાલ દ્વિવેદી (1882-1962)નું સને 1924માં”શ્રી લક્ષ્મીકાન્ત નાટક સમાજે’ ને પડદે રજૂ થયેલું આ ‘માલવપતિ મુંજ’ નાટક એક  નટને  ચમકાવી ગયું….આ નટ તે અશરફખાન. ‘માલવપતિ મુંજ’ નો એમનો અભિનય અને એમના દર્દીલા ઘૂંટાયેલા ગળેથી નીપજેલાં નીચેનાં ગીતો આજેય અવિસ્મરણીય રહ્યાં છે :પેશાવારના કલાકાર માસ્ટર અસરફ ખાં ના મુખે ગવાયેલું નાટક માલવપતિ મૂંજ નું આ ગીત આજે તો કહેવત બની ચુક્યું છે.અને હા આ ગીત સાંભળીને કનૈયાલાલની પ્રખ્યાત નવલકથા ‘પૃથિવીવલ્લભ’નું છેલ્લું પ્રકરણ ‘પૃથિવીવલ્લભ કેમ ખંચાયો’ યાદ આવ્યા વગર ના રહે. અને મૂંજને પ્રખ્યાત શ્લોક કાનમાં ગૂંજી ઉઠે’લક્ષ્મી ધનવાનો પાસે જશે, શક્તિ વીરોમાં સમાશે, પણ મૂંજના જવાથી સરસ્વતી નિરાધાર બનશે ‘ (गतः मूंजे यशःपूंजे निरालंबा सरस्वती॥)

એક સરખા દિવસ સુખના કોઈના જાતા નથી;
એથી જ શાણા સાહ્યબી લેશ ફુલાતા નથી.
ભાગ્ય રૂઠે કે રીઝે એની તમા તેને નથી;
એ જ શૂરા જે મુસીબત જોઈ મુંઝાતા નથી.

હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે;
ન પરવા માનની તોયે બધાં સન્માન ઓછાં છે.
તરી જાવું બહુ સહેલું છે મુશકીલ ડૂબવું જેમાં
એ નિર્મળ રસ સરિતાથી ગંગાસ્નાન ઓછા છે.

ફિલ્મ – માલવપતિ મૂંજ
ગીત – પ્રભુલાલ દ્વિવેદી
સ્વર – મન્ના ડે
સંગીત – અવિનાશ વ્યાસ

સૌજન્ય :ReadGujarati ,

ગીત સાંભળવા પર કિલક કરો

http://www.krutesh.info/2010_10_01_archive.html#axzz1E3Lh2nKl


About Pragnaji

Personal Links http://pragnaji.wordpress.com/ http://shabdonusarjan.wordpress.com/ http://gujaratidaglo.wordpress.com/
This entry was posted in Uncategorized and tagged , , . Bookmark the permalink.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s