આપણે ત્યાં એક મહાન કોમેડી કલાકાર હતા જૂની રંગભૂમિમાં- એમનું નામ છગનભાઇ નાગરદાસ પણ જૂની રંગભૂમિના રિવાજ મુજબ નાટયપ્રેમીઓમાં એમનું નામ પડી ગયેલું, છગન રોમિયો! ખૂબ ઉત્સાહી અભિનેતા. પ્રજા પણ એમને ચાહે.
એમનું સર્વોદય નાટક ખૂબ જામેલું.
૯૯માં શો થયો ધામઘૂમ સાથે- વડોદરામાં તાળીઓના ગડગડાટ સાથે શો પૂરો થયો. હવે? હવે કાલે આવશે પરાકાષ્ટા! કાલે ૧૦૦મો શો! નાટકની ચરમસિઘ્ધિનો દિવસ!
અને શ્રી છગન રોમિયોના મનમાં શું ય થયું હશે કે… ૯૯માં શોની રાત્રે એમણે રિવાજ મુજબ શો પૂરો થયા પછી એમના ‘‘ડ્રેસ’’ને પ્રણામ કર્યા.. આવતી કાલના ૧૦૦મા શો માટે પ્રાર્થના કરી. અને..
એમનું હૃદય બંધ પડી ગયું!
બીજી સવારે જ્યાં ૧૦૦મા શોની ધામઘૂમથી ઉદ્ઘાટન થવાનું હતું ત્યાં.. પ્રજાના કંપાવતા હૃદય સાથે એમની સ્મશાનયાત્રા નિકળી!